Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્માને નમઃ

ગીતા - ધ્યાનમંત્રો

ૐ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયમ્।
વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ્॥

અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીમષ્ટાદશાધ્યાયિનીમ્।
અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ગીતે ભવદ્વેષિણીમ્॥ ૧ ॥

ૐ પાર્થાય પ્રતિબોધિતામ્ ભગવતા નારાયણેન સ્વયમ્।

વ્યાસેન ગ્રથિતામ્ પુરાણમુનિના મધ્યે મહાભારતમ્॥

અદ્વૈતામૃતવર્ષિણીમ્ ભગવતીમ્ અષ્ટાદશાધ્યાયિનીમ્।

અંબ ત્વામ્ અનુસંદધામિ ભગવદ્ ગીતે ભવદ્વેષિણીમ્॥ ૧ ॥

નમોસ્તુ તે વ્યાસ વિશાળબુદ્ધે ફુલારવિન્દાયતપાત્રનેત્ર।
યેન ત્વયા ભારતતૈલપૂર્ણઃ પ્રજ્વાલિતો જ્ઞાનમયઃ પ્રદીપઃ॥

પ્રપન્ન પરિજાતાય તોત્રવેત્રૈકપાણયે।
જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃત દુહે નમઃ॥

સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદનઃ।
પાર્થો વત્સઃ સુધીઃ ભૂક્તા દુગ્ધં ગીતામૃતં મહત્॥

વસુદેવસુતં દેवं કંસચાણૂરમર્ધનમ્।
દેવકીપરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્॥

ભીષ્મદ્રોણતٹا જયદ્રથજલા ગાન્ધાર નીલોત્પલા।
શલ્યગ્રાહવતી કૃપેણવહની કર્ણેન વેલાકુલા॥

અશ્વત્થામવિકર્ણ ઘોરમકરા દુર્યોધનાવર્તિનિ।
સોતીર્ર્ણા ખલુ પાંડવૈરણનદી કૈર્વર્તકઃ કેશવઃ॥

પારાશર્યવચઃ સરોજમમलं ગീതાર્થગંધોત્કટમ્।
નાનાખ્યાનકકેસરં હરિકથાસંબોધનાબોધિતમ્॥

લોકેષુ પ્રિયમાણિનાં સુરદૃશા માયો ભરતદ્વેષિણાં।
પાંડેયં પૃથિવીં મમેધયનં નાહં જનનીઃ કેશવઃ॥

આનંદકશ્મિરામનનં વિશ્વામિત્રપરિબ્રાજકઃ

મામકાઃ - મારા

ચ એવ - તેમ જ

પાંડવા: - પાંડુના પુત્રોએ

કિમ - શું

અકુર્વત - કર્યું?

સંજય - હે સંજય !

ધર્મક્ષેત્રે - ધર્મભૂમિમાં

કુરુક્ષેત્રે - કુરુક્ષેત્રમાં

સમવેતા: - એકઠા થયેલા

યુયુત્સવઃ - યુદ્ધ કરવાની ઈચ્છાવાળા

ભાવાર્થ

વ્યાસનારાયણના વીર્યથી અંબિકાની કુખે જન્મેલો ધૃતરાષ્ટ્ર જન્મથી જ આંધળો હતો અને દુર્યોધન વગેરે સો કૌરવોનો પિતા હતો.

વ્યાસનારાયણના વીર્યથી અંબાલિકાની કુખે જન્મેલો પાંડુરાજા પાંડુરોગથીપીડાતો હોવાથી મૃત્યુ પામ્યો હતો અને તેને પાંડવોના નામે ઓળખાતા યુધિષ્ઠિર વગેરે પાંચ દીકરા હતા.

વડીલોપાર્જિત યદુવંશની હસ્તિનાપુરની રાજગાદી ઉપર કૌરવો અને પાંડવોનો સરખો હક્ક હતો, પરંતુ ધૃતરાષ્ટ્ર અને શકુની-દુર્યોધન વગેરેએ છળ-કપટથી પાંડવોને જુગારમાં હરાવીને તેમનો હસ્તિનાપુરની ગાદીમાંનો હક્ક છીનવી લીધો હતો. તે રાજ્યમાંથી અડધો ભાગ પાંડવોએ માંગ્યો ત્યારે દુર્યોધને નફ્ફટ થઈને સાફ શબ્દોમાં એવો જવાબ આપ્યો કે એક સોયની અણીજેટલી પૃથ્વીનું રાજ્ય પણ હું તમને આપવાનો નથી.

આથી ખુદ કૃષ્ણ, ભીષ્મ, દ્રોણ વગેરે અનેક મહાનુભાવોએ દુર્યોધનને સમજાવવા અને સમાધાન કરવા ઘણો પ્રયાસ કર્યો. પરંતુ બધી વાટાઘાટો નિષ્ફળ ગઈ અને છેવટે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધનું એલાન થયું અને બંને પક્ષનાં લશ્કરો કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવા ખાડા થઇ ગયા. આ બધી કથા મહાભારતમાં ઉદ્યોગપર્વમાં અને ભીષ્મપર્વના ચોવીસ અધ્યાયમાં આવે છે.

આ કુરુક્ષેત્રના મેદાન ઉપર યુદ્ધ કરવા માટે ભેગા થયેલા મારા દીકરાઓ કૌરવો અને મારા ભાઈ પાંડુના દીકરાઓ પાંડવોએ શું કર્યું તેનો અહેવાલ જાણવા માટે ગીતાના પહેલા અધ્યયન (મહાભારતના ભીષ્મપર્વના ૨૫ માં અધ્યયન પહેલા શ્લોકમાં આંધળો ધૃતરાષ્ટ્ર સંજયને પ્રશ્ન પૂછે છે.

સંજય ગાવલ્ગણ સુતનો પુત્ર હતો અને તે ધૃતરાષ્ટ્રનો સારથી હતો. તે મહાન સત્યવક્તા અને નિ:સ્પૃહ હતો; ભગવાન વેદવ્યાસે તેને દિવ્યદ્રષ્ટિ અને દિવ્યશ્રોત્ર (દૂરદર્શન અને દુરશ્રવણશક્તિ) આપ્યા હતા જેનાથી તે ધૃતરાષ્ટ્રને યુદ્ધની સર્વ હકીકત કહી શકે.

'ધૃતરાષ્ટ્ર' શબ્ધનો પ્રતીકાત્મક અર્થ છે: ઘૃત-રાષ્ટ્ર ઍટલૅ કે રાષ્ટ્રને ઘૃત અર્થાત ખુંચવી લઈને બેઠો છે તે. જે વસ્તુ પોતાની નથી અને જેના ઉપર પોતાનો અધિકાર નથી એના ઉપર અન્યાયથી અને પશુબળથી પોતાનો અધિકાર જમાવવાનો યાતના કરનારને 'ધૃતરાષ્ટ્ર' કહેવાય, અને આવો માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આંધળો જ (spiritually blind) કહેવાય.

કુરુક્ષેત્ર હસ્તિનાપુરની આસપાસનું મેદાન છે. આ ક્ષેત્રની પશ્ચિમે સતલજ અને પૂર્વે સરસ્વતી નાડી આવેલી છે. હાલનું દિલ્હી શહેર આ પમેદાન ઉપર જ છે. કૌરવઃ૦પાંડવોના પૂર્વજ કુરુરાજ આ મેદાનમાં હળ વડે કષ્ટથી ખેતી કરતા હતા. તેથી તેને 'કુરુક્ષેત્ર' કહે છે. આ ક્ષેત્રમાં જે તપ કરશે અથવા યુદ્ધમાં મારશે તેમને સ્વર્ગ મળશે એવું ઇન્દ્રે કુરુરાજને વરદાન આપેલું, તેથી કુરુરાજાએ તે ક્ષેત્ર ખેડવાનું છોડી દીધું. (મહાભારત, શલ્ય: ૫૩). કુરુરાજાએ આ ક્ષેત્રમાં તપશ્વર્યા કરી અને ઇન્દ્રના કહેવા પ્રમાણે વરદાન પ્રાપ્ત કર્યું. કેટલાકોએ અહીં અનેક પ્રકારના યજ્ઞો કરેલા તેથી આ ક્ષેત્ર 'ધર્મક્ષેત્ર'ને નામે પ્રસિદ્ધ થયું. આ ક્ષેત્ર ઉપર ભગવાન પરશુરામે એકવીસ વખત પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી, પિતૃતર્પણ કર્યું હતું. શ્રીકૃષ્ણના સમયમાં સૂર્યગ્રહણ થયું હતું અને જયારે બધા દેશના લોકો કુરુક્ષેત્રમાં એકઠા થયા હતા ત્યારે દ્વારકાથી ભગવાન શ્રીકૃષ્ણ પણ સહકુટુંબ ત્યાં પધાર્યા હતા. (શ્રીમદ્ ભાગવત: ૧૦/૮૨). કુરુક્ષેત્રમાં આજે પણ સ્નાનદાનાદિનું મોટું માહાત્મય છે અને ગ્રહણાદિ પર્વકાલે લાખો લોકો ત્યાં જાય છે. (માહાત્મ્ય વિષે જુઓ: મહાભારત - વનપર્વ ૮૩, શલ્યપર્વ - ૪૩).

આ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર પોતાના દીકરાઓ માટે 'મામકાઃ:' - 'મારા દીકરાઓ' એવો શબ્દ વાપરે છે. આ તેનો પોતાના દીકરાઓ પ્રત્યેનો મોહ દર્શાવે છે. જયારે 'પાંડવા:' = પાંડવોને માટે 'મામકાઃ:' (મારા) એવો શબ્દપ્રયોગ કરતો નથી તે તેનો પાંડવો પ્રત્યેનો દ્વેષ ગર્ભિત રીતે પ્રદર્શિત કરે છે. ખરેખર તો પાંડવો પણ ધૃતરાષ્ટ્રના પોતાના પુત્ર સમાન જ ગણાય, પરંતુ 'પાંડવાશ્ચ' એમ પૃથક નિર્દેશ કરીને તે પાંડવો પ્રત્યે મમતાનો અભાવ બતાવે છે. ધૃતરાષ્ટ્ર પોતાના દુર્યોધન વગેરે સો કૌરવ પુત્રો પ્રત્યે મોહાંધ છે તેથી તેને મહાભારતમાં આંધળો ચીતર્યો છે : જેનો આગેવાન આંધળો તેનું કટક કુવામાં જ પડે. ધૃતરાષ્ટ્ર આ રીતે આંધળા દુષ્ટનું પ્રતીક છે અને તેથી તેમના દીકરાઓ પણ દુષ્ટ હોવાથી તેમના નામ દુર્યોધન, દુઃશાસન, દુઃસહ, દુઃશલ, દુર્ઘર્ષ, દુષ્પ્રધર્શ, દુર્મર્ષણઃ, દુર્મુખ, દુષ્કર્ણ, દુર્મદ, દુર્વિગાહ, દુવિર્મોચન, દુષ્પરાજય, દુરાધર વગેરે અને તેની દીકરીનું નામ પણ દુઃશલા વગેરે દુ: (દુષ્ટ) શબ્દથી શરુ થતા બતાવ્યા છે. આંધળાના અનુયાયીઓ આંધળા (વિવેકશૂન્ય) જ હોય અને દુષ્ટના અનુયાયીઓ દુષ્ટ જ હોય એવું બતાવવા માટે મહાભારતમાં આવા નામો વ્યસનારાયણે પસંદ કર્યા લાગે છે.

મહાભારતના ભીષ્મપર્વના અધ્યાય ૨૫ થી ૪૨ (૧૮ અધ્યાય)માં આ ભગવદ્ ગીતા ગૂંથેલી છે.

આંખથી આંધળો (ધૃતરાષ્ટ્ર) વાસનાથી ભરપૂર છે. આંખ નહીં હોવાથી કાંઈ વાસના માટે નહીં. બધી ઇન્દ્રિયો ખોવાઈ જાય તો પણ વાસના માટે નહીં. વાસના આંખમાંથી નહીં પરંતુ મનમાંથી ઉઠે છે. જીવનની બધી કથાઓ અંધ માણસોની જિજ્ઞાસાઓથી ઉઠે છે. બહેરો એ જ વસ્તુ સાંભળવા ઈચ્છે જે તેને સંભળાતી નથી.

આંધળાના બધા છોકરા, આંખોવાળા હોય તો પણ તે, આંધળા જ હોય, અંદરની આંખો (પ્રજ્ઞાચક્ષુ) વગરના જ હોય.