Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

કર્મનો સિદ્ધાંત

૩. કર્મ એટલે શું

સાદી સરળ ભાષામાં ટૂંકમાં કર્મની વ્યાખ્યા કરીએ તો કર્મ એટલે ક્રિયા. આપણે જે કોઈ કામ (ક્રિયા) કરીએ છીએ તે કર્મ કહેવાય. ખાવું - પીવું – નહાવું – ધોવું - ચાલવું, ઉભા રહેવું, નોકરી કરવી, ધંધો કરવો, વિચારવુ - ના વિચારવું, વેપાર કરવો, ઊંઘવું - જાગવું, જોવું - સાંભળવું, સુંઘવું - ના સુંઘવું, સ્પર્શ - અસ્પર્શ, બોલવું - શ્વાસોચ્છવાસ લેવા - મુકવા, જન્મવું, જીવવું - મરવું ઇત્યાદિ તમામ શારીરિક અને માનસિક ક્રિયાને કર્મ કહેવાય છે. આ કર્મના મુખ્યત્વે ત્રણ ભાગ છે.

(૧) ક્રિયમાણ કર્મ

(૨) સંચિત કર્મ

(૩) પ્રારબ્ધ કર્મ