વેદાંત વિચાર

પ્રકરણ પહેલું : બ્રહ્મનું સ્વરૂપ

૧૨. બ્રહ્મા કોણ?

શુદ્ધ ચૈતન્ય પરાત્પર બ્રહ્મ જયારે માયાના રજોગુણનો સ્વીકાર કરે અગર તો શુદ્ધ ચૈતન્ય પરાત્પર બ્રહ્મમાં જયારે માયાનો રજોગુણ પ્રાધાન્યપણે પ્રગટ થાય ત્યારે તે માયાવચ્છિન્ન ચૈતન્ય એટલે કે ઈશ્વરને આપણા શાસ્ત્રોએ બ્રહ્મા એવું નામ આપ્યું છે અને તે જગતની ઉત્પત્તિનું કામ કરે છે.