મૃત્યુનું માહાત્મ્ય

૧. સર્વ દુઃખમયં વિવેકિન

ગીતામાં સંસારનું વર્ણન કરતા પરમાત્મા શ્રીકૃષ્ણ કહે છે:

"આ સંસાર दुखालयम् अशाश्वतम् છે - દુઃખનો ભંડાર છે, અશાશ્વત છે, નશ્વર છે, તેમ જ -

अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम् - આ સંસાર અનિત્ય છે - તેમાં સુખની એક જરાસરખી પણ છાંટ નથી. તેવું સમજીને તું મને જ ભજ - મારુ જ શરણ સ્વીકારી લે."

આ સંસારમાં અનેક પ્રકારના અસંખ્ય દુઃખો છે. આ દુઃખોનો સરવાળો કરીએ તો આ તમામ દુઃખોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય:

(૧) જનમવાનું દુઃખ

(૨) જીવીએ ત્યાં સુધી જીવવાનું દુઃખ

(૩) મરવાનું દુઃખ

ઉપરોક્ત ત્રણ દુઃખોમાં સમગ્ર જગતના સમસ્ત દુઃખોનો સમાવેશ થઇ જાય છે.