મૃત્યુનું માહાત્મ્ય

૧૧. મૃત્યુના ફાયદા

(૧૨) એકનું મોત બીજાને ઉપકારક બને છે.

ઘણી વખત એવું પણ બને કે દીકરો મરી જાય અને તદ્દન નાસ્તિક બાપને તીવ્ર વૈરાગ્ય થઇ જાય, અગર તો પત્ની મરી જાય અને આ જગતમાં કોઈ કોઈનું નથી તેવું સાચોસાચ સમજાઈ જતા કદાચ પતિને વૈરાગ્ય થઇ જાય અને જીવન સફળ થઇ જાય. સામાન્ય સંજોગોમાં આવું નથી બનતું. જેમનામાં તીવ્ર આસક્તિ હોય તેવા સ્વજનોની વિદાય કેટલીક વખત સંસારની આસક્તિ છોડાવી દે છે. તેથી ઉલ્ટું, કેટલીક વખત અત્યંત કામી - ક્રોધી અને દીકરાને ભયંકર બોજારૂપ બની બેઠેલો બાપ અચાનક મરી જાય અને બાપનો વીમો પાકે તેના દોઢ લાખ રૂપિયા દીકરાને મળી જાય અને તે રૂપિયા દીકરાને લાભદાયી થાય. આવી બધી ઘટનાઓ મૃત્યુદેવની કૃપાથી જ બની શકે છે.