યમઃ સંયમતામહમ્
(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૧૦/૨૯)
ગીતામાં પરમાત્મા અર્જુનને કહે છે કે શાસન કરનારાઓમાં યમરાજ - મૃત્યુ હું છું.
આ જગતમાં કાંઈ પણ absolute certain - સુનિશ્ચિત હોય તો તે મૃત્યુ છે. બાકીનું બધું જ અનિશ્ચિત છે. યમરાજ(પરમાત્મા)ના શાસનમાં જરા પણ શિથિલતા - લાગવગ - ભેદભાવ - પક્ષપાત - અપવાદ (exception) - રુશ્વતખોરી - અંધાધૂંધી કાંઈ નથી. There is no chaotic condition or confusion in the realm of God. તેમનો કાયદો જડબેસલાક છે.
મૃત્યુ અમીર - ગરીબનો ભેદભાવ મટાડી દે છે. (જુઓ પેરા ૧૧/૫) ત્યાં પુરેપુરો સમાજવાદ છે. જીવનમાં સમાનતા હોતી જ નથી. સોશિયાલિઝમ - Socialism - સમાજવાદ એક સ્વપ્નું છે. કારણ કે જીવનમાં બધે જ, બધી જ રીતે, બધી જ બાબતોમાં અસમાનતા જ છે, અને તે કાયમ રહેવાની. એક માત્ર મૃત્યુમાં સમાનતા છે. મૃત્યુ આગળ રાય - રંક બધાય સમાન છે. એક માત્ર મૃત્યુ પાસે જ Socialistic dictatorship - Benevolent Autocracy છે. જિંદગીનો આખો ઢંગ અસમાનતા - inequality છે. પૃથ્વી ઉપર પરિપૂર્ણ સમાજવાદ - સમાનતા - equality ના આવે અને કદાચ આવે તો પૃથ્વી મરઘટ - સ્મશાન બની જાય. કોઈ પણ વ્યક્તિ સમાન જન્મે નહીં - સમાન જીવે નહીં - માત્ર મરવામાં જ સમાનતા છે. એટલા માટે જે લોકો પરમાત્મા પાસે પક્ષપાત માંગે છે, તે લોકો પાગલ છે.
'બીજા લોકોને પાપોની શિક્ષા કરજો; પરંતુ મારા પાપોને માફ કરજો, કારણ કે મેં યમુનાસ્નાન કર્યું છે અને હું પૂજા-પાઠ-માળા કરું છું.' આવી પરમાત્મા પાસે સિફારસ કરનારા બેવકૂફ છે. - નાળિયેર ચઢાવીને ભગવાનને ફોસલાવવાનું છોડી દો. આવી રુશ્વતખોરી હવે બંધ કરો. યમરાજ (પરમાત્મા) એટલે અત્યંત અટલ, તટસ્થ, શાશ્વત નિયમ. જીવનમાં ઈશ્વરકૃત અસમાનતા તો સૃષ્ટિનું વૈવિધ્ય છે - વૈભવ છે, ઈશ્વરનું દેવાળું કે દળદરતા નથી. જયારે માણસે બનાવેલી અસમાનતા તો એની બુદ્ધિનું દેવાળું છે.