વેદાંત વિચાર

પ્રકરણ બીજું : માયાનું સ્વરૂપ

૧૮. માયા કોણ છે?

માયા એ કોઈ સ્ત્રીનું નામ નથી. માયાએ કોઈ નારી જાતિ નથી. એને પણ બ્રહ્મની માફક કોઈ જાતિ, રંગ, રૂપ કે આકાર નથી. માયા નામની કોઈ સ્ત્રી નથી કે કોઈ ડાકણ-શાકણ નથી. બ્રહ્મની માયા પણ મહા અદ્ભૂત અને અનિર્વચનીય છે. માયાનું સ્વરૂપ સમજવું અત્યંત કઠિન છે. અને તેને સમજાવવું પણ મહા મુશ્કેલ છે. માયા પણ અનાદિ, અમાપ, અને અગાધ (unfathomable) છે. માયા શબ્દ જ માયાવી છે.