શ્રી હીરાભાઈ ઠક્કર તેમના જીવનકાળના ૬૦માં વર્ષમાં પ્રવેશ્યા તે દિવસે, સંવત ૨૦૩૩ના અષાઢ સુદ બીજ (રથયાત્રા)ને દિવસે આ પુસ્તકનું વિધિવત પ્રકાશન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આ પુસ્તકનો અમદાવાદ થિયોસોફિકલ સોસાયટીએ અભ્યાસ કરીને કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા, તેના જવાબરૂપે શ્રી હીરાભાઈ ઠક્કરે અમદાવાદ થિયોસોફિકલ સોસાયટીમાં જે પ્રવચનો આપેલા તેનો ટૂંકસાર આ પુસ્તકમાં આગળ સમાવિષ્ટ કરી લીધો છે, જે વાંચવા વિનંતી છે.